________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૫) પ્ર. ૧૬૫-જ્ઞાની પુરુષનો ઉપદેશ મળ્યો પણ જે જીવ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે અને વ્યવહાર ધર્મ
કાર્યોમાં પ્રવર્તે તો તેનું શું ફળ આવે ? ઉ. તે જીવને મળેલો અવસર ચાલ્યો જાય અને સંસાર
પરિભ્રમણ જ રહે. (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૪) પ્ર. ૧૬૬-વ્યવહાર સમ્યકત્વ તે ક્યા ગુણનો પર્યાય છે? ઉ. સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર, છ દ્રવ્યો અને સાત તત્ત્વોની શ્રદ્ધાનો
રાગ ( વિકલ્પ) હોવાથી તે ચારિત્રગુણનો અશુદ્ધ પર્યાય છે; પણ તે શ્રદ્ધાગુણનો પર્યાય નથી; કેમકે તેના તો મિથ્યાદર્શન અને નિશ્ચયસમ્યગ્દર્શન-એ બેજ પર્યાયો હોય છે. વ્યવહાર સમ્યકત્વ આ બેમાંથી એકેય નથી. (ત્રીજા ગુણસ્થાને શ્રદ્ધાગુણનો મિશ્ર પર્યાય હોય છે તે વિષય આનાથી જુદો છે. ) (શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૦૭,
જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા) પ્ર. ૧૬૭ચારિત્રનું લક્ષણ (સ્વરૂપ) શું છે? ઉ. ૧. મોહ અને ક્ષોભ રહિત આત્માનો પરિણામ.
૨. સ્વરૂપમાં ચરવું (રમવું ) તે ચારિત્ર છે; અથવા ૩. પોતાના સ્વભાવમાં પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું
એવો તેનો અર્થ છે. ૪. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. ૫. તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી (વિષમતા
વિનાનો-સુસ્થિત-આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે અને ૬. મોહ-ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com