________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૪) ઉ. હા; ૧. તિર્યંચ અને કેવળી ભગવાનમાં જ્ઞાનાદિકની
હીનતા-અધિકતા હોવા છતાં તેમનામાં સમ્યગ્દર્શન તો સમાન જ કહ્યું છે. જેવું સાત તત્ત્વોને શ્રદ્ધાન છદ્મસ્થને હોય છે, તેવું જ કેવળી તથા સિદ્ધભગવાનને પણ હોય છે. છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ
પ્રતીતિ હોય છે. ૨. મૂળભૂત જીવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય
છે તેવું જ કેવળીને તથા સિદ્ધભગવાનને હોય છે. ૩. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને
સંસારઅવસ્થાને ઈચ્છતા નથી તે આ શ્રદ્ધાનું જ બળ
જાણવું. (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ-૩ર૩) પ્ર. ૧૬૩-બાહ્યસામગ્રી અનુસાર સુખ-દુઃખ છે એ માન્યતા
ખરી છે? ઉ. ના; પરદ્રવ્યરૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ-દુ:ખ નથી
પણ કષાયથી ઈચ્છા ઉત્પન્ન થાય તથા ઈચ્છાનુસાર બાહ્ય સામગ્રી મળે અને કંઈક કષાય ઉપશમવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઈચ્છાનુસાર સામગ્રી ન મળતાં કષાય વધવાથી આકુળતા વધે ત્યારે દુઃખ માને છે; પણ અજ્ઞાની માને છે કે મને પરદ્રવ્યના નિમિત્તથી સુખ-દુઃખ થાય છે પણ એમ માનવું એ ભ્રમ જ છે.
(ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૦) પ્ર. ૧૬૪-જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે? ઉ. મોક્ષને હિતરૂપ જાણી, એક મોક્ષનો ઉપાય કરવો એ જ
સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com