________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૩) તેને અહિતરૂપ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેયરૂપ માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું, મોક્ષને ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું-એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઊંધા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે, સત્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન થતાં
તેનો અભાવ થાય છે. પ્ર. ૧૬૦-આવી વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધા કયા કાળે
કરવા યોગ્ય છે? ઉ. વિપરીત અભિનિવેશ રહિત જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું
શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું જ સ્વરૂપ છે, ચોથા ગુણસ્થાનથી જ તે પ્રગટ થાય છે અને તે નિરંતર ચાલુ રહી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. માટે નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી પ્રગટ થાય છે અને તેના ઉપરનાં બધાં ગુણસ્થાનમાં તથા સિદ્ધ ભગવંતોમાં સદાય રહે છે-એમ સમજવું.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૦) પ્ર. ૧૬૧-તત્ત્વાર્થ સૂત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનું સ ર્જન” કહ્યું
છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે કે વ્યવહારસમ્યગ્દર્શન છે? ઉ. તે નિશ્ચયસમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ અવસ્થામાં પણ
સદાય રહે છે, માટે તેને વ્યવહારસમ્યગ્દર્શન માની શકાય નહિ.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૦, ૩૨૩) પ્ર. ૧૬ર-તિર્યંચાદિ જે અલ્પજ્ઞાનવાળા છે તેને અને કવળી તથા સિદ્ધભગવાનને નિશ્ચયસમ્યગ્દર્શન સમાન જ હોય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com