SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૦) શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. (શ્રી નિયમસાર ગાથા ૨ ની ટીકા) પ્ર. ૧૫૯-સમ્યગ્દર્શનમાં સમ્યફ” શબ્દ શું સુચવે છે? ઉ. વિપરીત અભિનિવેશ (અભિપ્રાય) ના નિરાકરણ અર્થે સમ્યક પદ વાપર્યું છે, કારણકે “સમ્યક' એવો શબ્દ પ્રશંસાવાચક છે તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે. (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૭) પ્ર. ૧૫૭-ચારિત્રમાં “સમ્યક્ ” શબ્દ શા માટે છે? ઉ. અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે છે; કેમ કે સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક્યારિત્ર છે. પ્ર. ૧૫૮-તત્ત્વાર્થ શ્રદ્ધાન કોને કહેવામાં આવે છે? ઉ. જીવ-અજીવ આદિ સાત તત્ત્વાર્થ છે એનું જે શ્રદ્ધાન અર્થાત્ આમ જ છે, અન્યથા નથી' એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીત અભિનિવેશ અર્થાત્ અન્યથા અભિપ્રાય રહિત શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૧૭) પ્ર. ૧૫૯-વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન કરવું-એમ કહેવાનું શું કારણ છે? ઉ. તત્ત્વાર્થશ્રદ્ધાન કરાવવાનો આશય માત્ર નિશ્ચય કરવો એટલું જ નથી પણ ત્યાં એવો અભિપ્રાય છે કે જીવઅજીવને ઓળખી પોતાને તથા પરને જેમ છે તેમ માનવા, આસવને ઓળખી તેને ય માનવો, બંધને ઓળખી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy