SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૧) માર્ગથી અગોચર) છે. આ નિકટ પરમપુરુષોમાં વિધિ શો? અને નિષેધ શો? –આમ આ પદ્ય વડે પરમ જિન યોગીશ્વરે ખરેખર વ્યવહાર- આલોચનાના પ્રપંચનો ઉપાવાસ (મશ્કરી, હાંસી, તિરસ્કાર) કર્યો છે” एवमनेन पद्येन व्यवहारालोचनाप्रपंचमुपहसति વિરત પરમનિયોજીથરડા (શ્રી નિયમસાર પૃ. ૨૧૫) ૬. શ્રી નિયમસાર ગાથા ૩ માં કહ્યું છે કે – નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવા યોગ્ય હોય અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રથી વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાન, દર્શન, ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ) ખરેખર “સાર” એવું વચન કહ્યું છે.” ૭. શ્રી સમયસાર ગાથા ૧૫૬ની ટીકામાં પણ કહ્યું છે કે - પરમાર્થ મોક્ષહેતુથી જાદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે, કારણકે તે (મોક્ષહેતુ ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી,માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.” ૮. “સચદ્રર્શનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા:” એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. (શ્રી નિયમસાર ગાથા ૨ ની ટીકા) ૯. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy