________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) ૩. શ્રી સમયસાર ગાથા ૮૨ તથા તેની ટીકામાં કહ્યું છે કે
“બધાય અરહંત ભગવંતો તે જ વિધિથી કર્માશોનો ક્ષય કરીને તથા અન્યને પણ એ જ પ્રકારે ઉપદેશ
કરીને મોક્ષ પામ્યા છે.” ટીકા- અતીત કાળમાં ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો, પ્રકારોતરનો અસંભવ હોવાને લીધે જેમાં દ્વત સંભવતું નથી એવા આ જ એક પ્રકારથી કર્ભાશોનો ક્ષય પોતે અનુભવીને, તથા પરમ આસપણાને લીધે ભવિષ્યકાળે કે આ (વર્તમાન) કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેનો (કર્મક્ષયનો ) ઉપદેશ કરીને, નિઃશ્રેયસને પ્રાપ્ત થયા છે; માટે નિર્વાણનો અન્ય (કોઈ) માર્ગ નથી એમ નક્કી થાય છે.” ૪. નિયમસાર ગાથા ૯૦, કળશ ૧૨૧માં કહ્યું છે કે - “જે
મોક્ષનું કાંઈક કથનમાત્ર (કહેવામાત્ર) કારણ છે તેને (વ્યવહાર રત્નત્રયને) પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવ-ભવમાં (ઘણા ભવમાં) સાંભળ્યું છે અને આચર્યું (અમલમાં મૂકયું) છે; પરંતુ અરેરે !ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત્ જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્ત્વને) જીવે
સાંભળ્યું-આચર્યું નથી.” ૫. શ્રી નિયમસાર ગાથા ૧૧૯, કળશ ૧૫૫ માં કહ્યું છે
કે - “જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પૂંજનો નાશ કર્યો છે, અને જે પુરાણ (સનાતન) છે એવો આત્મા પરમ સંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે, તે આત્મા સંસારી જીવોના વચન-મનોમાર્ગથી અતિક્રાંત (વચન અને મનના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com