________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૯) આશ્રય છે. અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય ) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા ) જ્ઞાનનો આશ્રય છે; શુદ્ધ આત્મા દર્શન છે કારણકે તે દર્શનનો આશ્રય છે અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત નિષેધ્ય છે. કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાન્તિક છે–વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયરૂપ માનવામાં વ્યભિચાર આવે છે, કેમકે શબ્દધૃત આદિ હોવા છતાં જ્ઞાનાદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે; ) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાનાદિનું આશ્રયપણું ઐકાન્તિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમકે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં
જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) * પ્ર. ૧૫૫-મોક્ષમાર્ગ એક જ છે કે વધારે છે? ઉ. મોક્ષમાર્ગ એક જ છે અને તે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન
ચારિત્રની એકતા જ છે. ૨. શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૯ ની ટીકામાં કહ્યું છે કે
બધાય સામાન્ય ચરમશરીરીઓ, તીર્થકરો અને અચરમશરીરી મુમુક્ષુઓ આ જ યથોક્ત શુદ્ધાત્મતત્ત્વ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા; પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય; તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com