________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૬) જીવનો પરિણામ છે. (શ્રી પ્રવચનસાર ગા. ૭ તથા ટીકા) પ્ર. ૧૬૮-આગ્નવોના અભાવનો ક્રમ શું છે? ઉ. ૧. ચોથું ગુણસ્થાન (અવિરતિ સમ્યગ્દષ્ટિ) પ્રગટ થતાં
મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થાય છે. અને સાથે તે સંબંધી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો પણ અભાવ થાય છે.
(શ્રી સમયસાર ગાથા ૭૩ થી ૭૬ નો ભાવાર્થ) ૨. પાંચમા ગુણસ્થાનમાં તે ઉપરાંત પ્રત્યાખ્યાનાવરણીય
કષાયનો અભાવ થતાં તે સંબંધી આંશિક અવિરતિ
આદિનો અભાવ થાય છે. ૩. છઠ્ઠ ગુણસ્થાનમાં તે ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો
અભાવ થતાં તે સંબંધી આંશિક પ્રમાદાદિનો અભાવ થાય છે. ૪. સાતમાં ગુણસ્થાનમાં તે ઉપરાંત સંજ્વલન કષાયના તીવ્ર
પણાનો અભાવ થતાં તે સંબંધી પ્રમાદાદિનો અભાવ થાય છે. ૫. આઠમાં ગુણસ્થાનથી સ્વભાવભાવનું સારી રીતે આલંબન
લેવાથી શ્રેણિ ચઢીને તે જીવ ક્ષીણમોહ જિન-વીતરાગએવા ૧૨ મા ગુણસ્થાનને પામે છે. ૧૨ મા ગુણસ્થાને
કષાયનો સર્વથા અભાવ થાય છે પણ યોગ રહે છે. ૬. તેરમાં ગુણસ્થાનમાં યોગના નિમિત્તે એક સમયનો આસ્રવ છે
અને ૧૪ મા ગુણસ્થાનમાં તે યોગનો પણ અભાવ થાય છે. પ્ર. ૧૬૯-કેવળજ્ઞાન અને નિશ્ચયથી જાણે છે અને પરને
વ્યવહારથી જાણે છે-તેનો શો અર્થ છે? ઉ. ૧. જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી
જાણું કહેવાય, પણ જ્ઞાન પરમાં તન્મય (એકમેક)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com