SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૧). ઉ. પ્રત્યેક જીવ પ્રદેશની સંખ્યા અપેક્ષાએ લોકાકાશની બરોબર અસંખ્ય પ્રદેશવાળો છે, પરંતુ સંકોચ-વિસ્તારના કારણે તે પોતાના શરીર પ્રમાણ છે, અને મુક્ત જીવ છેલ્લા શરીરપ્રમાણ, પણ તે શરીરથી કિંચિત્ ન્યૂન આકારે હોય છે. પ્ર. ૪૩-લોકાકાશની બરોબર કોણ જીવ હોય છે? ઉ. મોક્ષ જવા પહેલાં કેવલ *સમુદ્યાત કરવાવાળો જીવ લોકાકાશની બરોબર મોટો હોય છે. પ્ર. ૪૪-જીવદ્રવ્ય કયા ક્ષેત્રે કદી ન જાય? અને તેનું કારણ શું? ઉ. તે અલોકાકાશમાં ન જાય, કારણ કે તે લોકનું દ્રવ્ય છે. પ્ર. ૪૫-એક જીવ થોડામાં થોડી જગ્યા રોકે તો લોકાકાશના કેટલા પ્રદેશ રોકે? ઉ. જીવની જઘન્ય અવગાહના પણ અસંખ્ય પ્રદેશમાં જ હોય. જીવની સંખ્યાત કે એકપ્રદેશી અવગાહના કદી પણ ન હોય. પ્ર. ૪૬–આકાશને અવગાહનમાં કોણ નિમિત્ત છે? ઉ. પોતે પોતાને જ અવગાહનમાં નિમિત્ત છે. પ્ર. ૪૭-કાલદ્રવ્ય અસંખ્ય છે તેને પરિણમનમાં કોણ નિમિત્ત છે? * મૂલ શરીરને છોડ્યા સિવાય આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તેને સમુદ્દાત કહે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy