________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૫ )
ઉ. જે નય સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે તેને વ્યવહારનય કહે છે. જેમકે:- સત્ બે પ્રકારે છે દ્રવ્ય અને ગુણ. દ્રવ્યના છ ભેદ છે:- જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. ગુણના બે ભેદ છે;– સામાન્ય અને વિષય. આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે છે ત્યાં સુધી આ નય ભેદ કરે છે.
પ્ર. ૬૫– પર્યાયાર્થિકનયના કેટલા ભેદ છે ?
ઉ. તેના ચાર ભેદ છે:- ૧. ઋજીસૂત્રનય, ૨. શબ્દનય, ૩. સમભિરૂઢનય અને ૪. એવંભૂતનય
પ્ર. ૬૬-ઋજુસૂત્રનય કોને કહે છે?
ઉ. ભૂત-ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહિ કરતાં, વર્તમાનકાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને
ઋજીસૂત્રનય કહે છે.
પ્ર. ૬૭ શબ્દનય કોને કહે છે?
ઉ. જે નય લિંગ, વચન, કારકાદિના વ્યભિચારને દૂર કરે તેને શબ્દનય કહે છે. જેમકે: દા૨ (પુ.), ભાર્યા ( સ્ત્રી. ), કલત્ર (ન.)–એ ત્રણ શબ્દો ભિન્ન લિંગના હોવા છતાં તેઓ એક જ ‘સ્ત્રી ’ પદાર્થના વાચક છે, પણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ માને છે.
પ્ર. ૬૮- સમભિરૂઢનય કોને કહે છે?
ઉ. ૧. જે નય જુદા જુદા અર્થોને ઉલ્લંધી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે તેને સમભિરૂઢનય કહે છે. જેમકે:- ‘ ગો’ શબ્દના અનેક અર્થ (વાણી, પૃથ્વી, ગમન આદિ) થાય છે, પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com