________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૩૪ )
૧. ભૂતનૈગમનયઃ
ભૂતકાળની વાતને વર્તમાનકાળમાં આરોપણ કરી કહેવું તે ભૂતનૈગમનય છે. જેમકે:- આજે દિવાલીના દિવસે જ શ્રી મહાવીરભગવાન મોક્ષ ગયા.
નિશ્ચયમોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે, તે કાળે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી તો તે સાધક કેમ થાય ? સમાધાનઃભૂતનૈગમનયે તે પરંપરાએ સાધક છે.
(પરમાત્મપ્રકાશક પા. ૧૪૨)
૨. ભાવિનૈગમનય:
ભવિષ્યકાળમાં થવાવાળી વાતને ભૂતકાળવત્ થયેલી કહેવી તે ભાવિનૈગમનય છે. જેમકે:- અરહંત ભગવાનને સિદ્ધ ભગવાન કહેવા. ૩. વર્તમાનનૈગમનય:
કોઈ કાર્ય કરવાનું તો શરૂ કરી દીધું હોય, પણ તે કાર્ય કંઈક થયું-કંઈક ન થયું હોય તોપણ તે પૂર્ણ થયા સમાન કહેવું તે વર્તમાનનૈગમનય છે. જેમકે:- ભાત પકવવાના કાર્યનો તો આરંભ કરી દીધો પરંતુ હજી તે પાકી ગયો નથી, તોપણ તેને ભાત પાકે છે એમ કહેવું.
(અલાપપદ્ધતિ, પાનું ૬૫-૬૬)
પ્ર. ૬૩-સંગ્રહનય કોને કહે છે?
ઉ. જે નય પોતાની જાતિનો વિરોધ નહિ કરી સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે તેને સંગ્રહનય કહે છે. જેમકે:- સત્ દ્રવ્ય, ઈત્યાદિ.
પ્ર. ૬૪-વ્યવહારનય કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com