________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૩) વર્તમાન પર્યાયમાં કંઈક નિષ્પન્ન (પ્રગટરૂપ) છે અને કંઈક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્નરૂપ સંકલ્પ કરે તે જ્ઞાનને તથા વચનને નૈગમન કહે છે.” (figurative)
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૧, સૂ. ૩૩ ની ટીકા) ૨. “જે નય અનિષ્પન્ન અર્થના સંકલ્પ માત્રને ગ્રહણ કરે
તે નૈગમનય છે; જેમકે - લાકડાં, પાણી આદિ સામગ્રી એકઠી કરનાર પુરુષને કોઈ પૂછે છે કે, આપ શું કરી રહ્યા છો? ' તેના ઉત્તરમાં તે કહે છે કે, “હું રોટલી બનાવી રહ્યો છું. જોકે તે સમયે તે રોટલી બનાવી રહ્યો ન હતો તથાપિ નૈગમનય તેના એ ઉત્તરને સત્યાર્થ માને છે.” [ હિન્દી મોક્ષશાસ્ત્ર-અ. ૧. સૂ. ૩૩ ટીકા,
અનુવાદક-પં. પન્નાલાલજી ] ૩. “બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને પ્રધાન કરી
ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું (જાણવાવાળું) જ્ઞાન નૈગમનય છે, તથા પદાર્થના સંકલ્પને ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમનાય છે. જેમકે -કોઈ પુરુષ રસોઈમાં ચોખા લઈને વીણતો નથી. તે વખતે કોઈએ તેને પૂછ્યું કે, “તમે શું કરી રહ્યા છો?” ત્યારે તેણે કહ્યું કે “હું ભાત બનાવી રહ્યો છું” અહીં ચોખા અને ભાતમાં અભેદ-વિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો
સંકલ્પ છે.” (ગુ. જૈન સિ. પ્રવેશિકા પૃ. ૧૮૦) પ્ર. ૬ર-નૈગમનયના કેટલા ભેદ છે? ઉ. તેના ત્રણ ભેદ છે; ૧. ભૂતનૈગમનય, ભાવિનૈગમનય અને
૩. વર્તમાન નૈગમનય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com