SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૩૨ ) અનુભવ કરાવે ( અર્થાત્ સામાન્યને ગ્રહણ કરે તેને દ્રવ્યાર્થિકનય કહે છે. પ્ર. ૫૯-૫ર્યાયાર્થિક કોને કહે છે? ઉ. જે મુખ્યપણે વિશેષને (ગુણ અથવા પર્યાયને ) વિષય કરે તેને પર્યાયાર્થિકનય કહે છે. (દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તે બન્ને (સામાન્ય અને વિશેષ ) ને જાણનારાં દ્રવ્યાર્થિકનયરૂપ અને પર્યાયાર્થિનયરૂપ બે જ્ઞાનચક્ષુઓ છે. “દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે; અને પર્યાયાર્થિકનયરૂપી બીજા (એક) ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે; તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો–બન્ને જણાય છે; તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય-અન્ય બન્ને ભાસે છે.” દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય-બન્ને નયોવડે વસ્તુનું જે જ્ઞાન થાય છે તે જ પ્રમાણજ્ઞાન છે. (જુઓ, શ્રી પ્રવચનસાર-ગા. ૧૪૪ નો ભાવાર્થ ). પ્ર. ૬૦-દ્રવ્યાર્થિનયના કેટલા ભેદ છે? (આગમ અપેક્ષાએ ) ઉ. તેના ત્રણ ભેદ છે-૧. નૈગમનય, ૨. સંગ્રહનય અને ૩. વ્યવહારનય. પ્ર. ૬૧-નૈગમનય કોને કહે છે? ઉ. ૧. “ જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે અથવા ભવિષ્યના પર્યાયમાં વર્તમાનવત્ સંલ્પ કરે તથા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy