________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૧ )
સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે.
૫. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણસાપેક્ષરૂપ હોય છે.
[મતિ, અવધિ કે મન:પર્યયજ્ઞાનમાં નયના ભેદ પડતા નથી.] ” (ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂ. ૬ ની ટીકા )
પ્ર. ૫૪– નયના કેટલા પ્રકાર છે?
ઉ. તેના બે પ્રકાર છે-૧. નિશ્ચયનય અને ૨. વ્યવહારનય.
પ્ર. ૫૫-નિશ્ચયનય કોને કહે છે?
ઉ. વસ્તુના કોઈ અસલી (મૂળ ) અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને નિશ્ચયનય કહે છે; જેમકે:- માટીના ઘડાને માટીનો ઘડો કહેવો. (જૈન સિ. પ્ર.)
પ્ર. ૫૬-વ્યવહારનય કોને કહે છે?
ઉ. કોઈ નિમિત્તના કારણથી એક પદાર્થને બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. જેમકે:- માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો કહેવો.
(જૈન સિ. પ્ર.)
પ્ર. ૫૭-નિશ્ચયનયના કેટલા ભેદ છે?
ઉ. તેના બે ભેદ છે–૧. દ્રવ્યાર્થિકનય, અને ૨. પર્યાયાર્થિકનય.
પ્ર. ૫૮-દ્રવ્યાર્થિકનય કોને કહે છે?
ઉ. જે દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com