________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પ૬ ) વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે. એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થ-હેય સમજવો.”
(મોક્ષમાર્ગ પ્રકાશક-પા. ૨૫૮) ૨. “નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને
શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે, આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છેએવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ–અશુભોપયોગને ય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કે શુભોપયોગથી અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે; શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી...”
(મોક્ષમાર્ગ પ્રકાશક, પા. ર૬૦) ૩. શુભ ક્રિયાઓથી ધર્મ માનવો તે અજ્ઞાનતા છે. તે ક્રિયાથી શુભ બંધ થાય, અને તેના ફલસ્વરૂપ અનુકૂળસારા સંયોગો મળે, પણ તેથી સંસારનો અંત આવે નહિ, તે તો ઊભો જ રહે; કારણ કે શ્રી પરમાત્મપ્રકાશ-અ. ૨. ગા. પ૭ ની ટીકામાં કહ્યું છે કે“. ઈન્દ્રિયોના ભોગની ઇચ્છારૂપ નિદાનબંધપૂર્વક જ્ઞાન, તપ, દાનાદિકથી ઉપાર્જન કરેલું જે પુણ્યકર્મ છે તે હેય છે, કારણકે નિદાનબંધથી ઉપાર્જન કરેલ પુણ્યકર્મ જીવને બીજા ભવમાં રાજ્યવૈભવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com