SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫૫) અર્થ- અજ્ઞાનીને સમજાવવા મુનીશ્વરો અભૂતાર્થનો (વ્યવહારનો) ઉપદેશ આપે છે, પરંતુ જે કેવળ વ્યવહારને જ ( સાધ્યો જાણે છે તે મિથ્યાષ્ટિઓ માટે (મુનીશ્વરોની) દેશના હોતી નથી. (નિશ્ચયના ભાનવિનાને વ્યવહારનો ઉપદેશ કાર્યકારી નથી, કારણકે અજ્ઞાની વ્યવહારને જ નિશ્ચય માની લે છે. माणवक एव सिंहो, यथा भवत्यनवगीतसिंहस्य। व्यवहार एव हि तथा, निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।७।। અર્થ:- જેમ કોઈ (સાચા) સિંહને સર્વથા ન જાણતો હોય તેને બિલાડું જ સિંહરૂપ છે (તે બિલાડાને જ સિંહ માને છે), તેમ જે નિશ્ચયના સ્વરૂપને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે (તે વ્યવહારને જ નિશ્ચય માની લે છે.) ૮. વ્યવહારનય મ્લેચ્છ ભાષાના સ્થાને છે તેથી પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું -એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી. (સમયસાર ગા. ૮ ની ટીકા) પ્ર. ૯૧- વ્રત, શીલ, સંયમાદિ તો વ્યવહાર છે કે કેમ? ઉ. ૧. “કાંઈ વ્રત, શીલ, સંયમાદિકનું નામ વ્યવહાર નથી, પણ તે (વ્રતાદિ) ને મોક્ષમાર્ગ માનવો એ વ્યવહાર છે, એ (માન્યતા) છોડી દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી, ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે, અને સાચો મોક્ષમાર્ગ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy