________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૫૦)
પ્ર. ૩૭૪–ઈન્દ્રિયોના વિષયો પણ આત્માને સુખ-દુ:ખ આપી શકતા નથી તેનું કારણ શું?
ઉ. ૧. “ સ્પર્શનાદિક ઇન્દ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ઈષ્ટ વિષયોને પામીને (પોતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતો થકો આત્મા સ્વયમેવ સુખરૂપ (ઈન્દ્રિયસુખરૂપ ) થાય છે; દેહ સુખરૂપ થતો નથી.” ( શ્રી પ્રવચનસાર ગાથા ૬૫ અન્વયાર્થ.)
૨. “શરીર સુખ-દુ:ખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી; આત્મા પોતે જ ઈષ્ટ-અનિષ્ટ વિષયોને વશ થઈ સુખ-દુ:ખની કલ્પનારૂપે છે.
(શ્રી પ્રવચનસાર ગાથા ૬૬ નો ભાવાર્થ)
k
૩. “ સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે!”
(શ્રી પ્રવચનસાર ગાથા ૬૭ નો ભાવાર્થ) ૪. સ્વ-૫૨ના ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની જીવ પરમાં (ઈન્દ્રિયોના વિષયોમાં) સુખ-દુ:ખની મિથ્યા કલ્પના કરી, તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરી પોતાને સુખ-દુઃખી માને છે, પણ વિષયો તો જડ છે, તે ઈષ્ટ-અનિષ્ટ છે જ નહિ. વળી વસ્તુસ્વભાવ જ એવો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com