________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૧) ૫. “ .... એ પ્રમાણે પદાર્થોમાં તો ઈષ્ટ-અનિષ્ટપણું છે
નહિ. જો પદાર્થોમાં ઈષ્ટઅનિષ્ટપણું હોય તો જે પદાર્થો ઈષ્ટરૂપ હોય તે સર્વને ઈષ્ટરૂપ જ થાય; તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટરૂપ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ-અનિષ્ટરૂપ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.”
(મોક્ષમાર્ગપ્રકાશક-ગુ આવૃત્તિ, પાનું ૯૩) પ્ર. ૩૭૫-શું નિમિત્તના બળથી કે પ્રેરણાથી કાર્ય થાય? ઉ. ૧. ના; વાત એ છે કે, જેમ કોઈ પણ કાર્ય અન્યને આધીન
નથી, તેમ જ તે (કાર્ય અન્યની) બુદ્ધિ અથવા પ્રયત્નને પણ આધીન નથી; કારણ કે કાર્ય તો પોતાની પરિણમનશક્તિથી જ થાય છે. જો તેનો બુદ્ધિ અને પ્રયત્ન સાથે મેળ બેસી ગયો તો (અજ્ઞાની) એમ માને છે કે આ કાર્ય બુદ્ધિ અને પ્રયત્નથી થયું છે, અને જે તેનો, અન્ય બાહ્ય નિમિત્તો સાથે મેળ બેસી ગયો તો (અજ્ઞાની) એમ સમજે છે કે આ કાર્ય નિમિત્તથી થયું છે;
પણ તાત્ત્વિક દષ્ટિએ જોઈએ તો પ્રત્યેક કાર્ય પોતપોતાની યોગ્યતાથી જ થાય છે, કેમકે અન્વય અને વ્યતિરેક પણ તેમાં તેની સાથે હોય છે; માટે નિમિત્તને કોઈ પણ હાલતમાં પ્રેરક-કારણ માનવું ઉચિત નથી.
(૫૦ શ્રી ફૂલચંદજી સંપાદિત શ્રી તત્ત્વાર્થ સૂત્ર પૃ. ૨૫૧) ૨. “જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તો પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com