________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫ર) તેનું શ્વેતપણું પરવડે કૃષ્ણ કરી શકાતું નથી, કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત ( અર્થાત્ કારણ) બની શકતું નથી.”
(શ્રી સમયસાર ગા. ૨૨૦ થી ૨૨૩ ની ગુ. ટીકા) પ્ર. ૩૭૬-જ્ઞાની ધર્માત્મા, પરજીવોનું ભલું કરવા માટે ઉપદેશ
આપે છે-એ વિધાન બરોબર છે? ઉ. ના; એ વાત બરોબર નથી; કારણ કે જ્ઞાની જાણે છે કે કોઈ
જીવ, પર આત્માનું ભલું-બૂરું કરી શકતો નથી. સામો જીવ પોતાની યોગ્યતાથી (સત્ય સમજવાના પ્રયત્નવડ) સમજે તો ઉપદેશને નિમિત્ત કહેવાય છે. છદ્મસ્થ જ્ઞાનીને, પોતાની નબળાઈના કારણે ઉપદેશ આપવાનો વિકલ્પ ઊઠે છે અને વાણી વાણીના કારણે નીકળે છે. તેમાં ઉપદેશનો વિકલ્પ (રાગ) તો નિમિત્ત માત્ર છે. જ્ઞાની રાગ અને વાણીનો
સ્વામી નથી, પણ રાગ અને વાણીનો વ્યવહાર જ્ઞાતા છે. પ્ર. ૩૭૭-પુદ્ગલ, જીવને વિકારરૂપે પરિણમાવે છે, એ વાત
સાચી છે? ઉ. ૧ ના; “એમ તો ક્યારે પણ થતું નથી, કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પરિણતિનો કર્તા હોતું નથી.”
(“આત્માવલોકન' પા. ૪૬ ) ૨. “કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને પરિણમાવે નહિ. કેમ કે કોઈ દ્રવ્ય નિઃપરિણામી (અપરિણામી) નથી, સર્વ દ્રવ્ય પરિણામી છે.....”
(આત્માવલોકન પા. ૭૩-૭૪)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com