________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૧૪૯)
અશુદ્ધ નિશ્ચયનયથી તે જીવનો છે. સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવમાં લીન થતાં માટે વિકાર ટળી જાય છે. વિકારી પર્યાય પોતાની છે માટે નિશ્ચય કહ્યો, પણ વિકાર પોતાનો કાયમી નથી, માટે તે અશુદ્ધ છે. તેથી અશુદ્ધ નિશ્ચયનયથી તે જીવકૃત વિકાર છે એમ કહ્યું.
પ્ર. ૩૭૩–કોઈ વાર જીવની ઉ૫૨ જડ કર્મનું જોર વધી જાય છે અને કોઈ વાર જડ કર્મ ઉપર જીવનું જોર વધી જાય છે એ બરોબર છે?
ઉ. ૧. ના; એ માન્યતા યથાર્થ નથી, કારણ કે જીવ અને જડ કર્મ–એ બે પદાર્થો ત્રિકાળ ભિન્ન ભિન્ન છે, તેમનો પરસ્પર અત્યંત અભાવ છે; તેથી કોઈ કોઈના ઉપ૨ જોર ચલાવતું નથી.
૨. જીવ જ્યારે વિપરીત પુરુષાર્થ કરે ત્યારે તે પોતાનું વિપરીત વલણ કર્મ તરફ જોડવાનું કરે છે; તે અપેક્ષાએ કર્મનું જોર આરોપથી કહેવાય છે; અને જ્યારે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવમાં સાવધાન થઈ સવળો પુરુષાર્થ કરે છે ત્યારે તે પોતાનું બળ પોતાનામાં વધારતો જઈ, કર્મ તરફનું વલણ ક્રમશઃ છોડતો જાય છે, તેથી જીવ બળવાન થયો એમ કહેવાય છે.
૩. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વદ્રવ્યમાં છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ, તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com