________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૮). व्यवतिष्ठमानो न कारकान्तरमपेक्षते। अतः कर्मणः कर्तुर्नास्ति जीवः कर्ता , जीवस्य कर्तुर्नास्ति कर्म कर्तृ निश्चयेनेति।”
અર્થ- કર્મ ખરેખર.... સ્વયં જ પકારકરૂપે પરિણમતું હોઈ અન્ય કારકો (અન્યનાં પકારકો) ની અપેક્ષા રાખતું નથી. તેવી જ રીતે જીવ.. સ્વયં જ પક્કરકરૂપે પરિણમતો હોઈ અન્યનાં પકારકોની અપેક્ષા રાખતો નથી, તેથી નિશ્ચયથી કર્મનો કર્તા જીવ નથી અને જીવોને કર્તા કર્મ નથી.
ભાવાર્થ:- નિશ્ચયથી પુદ્ગલદ્રવ્ય, જ્ઞાનાવરણાદિ કર્મ યોગ્ય પુદ્ગલ સ્કંધરૂપે પરિણમે છે, અને જીવદ્રવ્ય પણ પોતાના ઔદયિકાદિ ભાવોરૂપે સ્વયં પરિણમે છે. જીવ અને પુદ્ગલ બન્ને એકબીજાના કર્તવ્યની અપેક્ષા રાખતા નથી.
(શ્રી પંચાસ્તિકાય ગાળ ૬૨ ની સ. ટીકા) પ્ર. ૩૭ર-આત્મા પોતાની યોગ્યતાથી જ રાગ (વિકાર) કરે
છે, એમ માનવાથી તો વિકાર તે આત્માનો સ્વભાવ થઈ જશે, માટે રાગાદિક વિકારને કર્મકૃત માનવા જોઈએ એ
બરોબર છે? ઉ. વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાલી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે. વર્તમાન પર્યાયમાં સ્વને ચૂકીને પરદ્રવ્યનું અવલંબન કરવામાં આવે તો પર્યાયમાં નવો નવો વિકાર થાય છે; પણ જો સ્વસમ્મુખતા કરવામાં આવે તો તે ટાળી શકે છે.
જીવ રાગદ્વેષરૂપ વિકાર, પર્યાયમાં પોતે કરે છે; માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com