________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૨). ઉ. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. પ્ર. ર૬૪-એક જીવને એકસાથે કેટલાં શરીરનો સંયોગ હોઈ
શકે છે? ઉ. ૧. એકસાથે ઓછામાં ઓછાં બે અને વધારેમાં વધારે ચાર
શરીરનો સંયોગ હોય છે. ૨. *વિગ્રહગતિમાં તેજસ અને કાર્માણ શરીરનો સંયોગ
હોય છે. ૩. મનુષ્ય અને તિર્યંચને ઔદારિક, તૈજસ અને કાર્માણત્રણ શરીર હોય છે, પણ આહારક ઋદ્ધિધારી મુનિને ઔદારિક, આહારક, તેજસ અને કાર્માણ-એમ ચાર શરીર હોય છે. ૪. દેવ અને નારકીઓને વૈક્રિયિક, તેજસ અને કાર્માણ
ત્રણ શરીર હોય છે. પ્ર. ર૬પ-જ્ઞાનગુણના કયા કયા પર્યાયો છે? ઉ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને
કેવળજ્ઞાન-એ સમ્યજ્ઞાનના પર્યાયો છે, અને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન-એ મિથ્યાજ્ઞાનના પર્યાયો છે.
એ રીતે જ્ઞાનગુણના આઠ પર્યાયો છે. પ્ર. ર૬૬-ઉપરોક્ત આઠ પર્યાયોમાં સ્વભાવઅર્થપર્યાય અને
* ‘વિદાર્થી તિર્વિપ્રદ તિ:' એક શરીરને છોડી બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહગતિ છે. (વિગ્રહ=શરીર)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com