________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૩) વિભાવઅર્થપર્યાય કયા? ઉ. (૧) કેવળજ્ઞાન સ્વભાવઅર્થપર્યાય છે. (૨) સમ્યગ્નતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ
પર્યયજ્ઞાન-એ કેવળજ્ઞાનની અપેક્ષાએ વિભાવ અર્થપર્યાય છે; અને તે જ ચાર જ્ઞાન સમ્યગ્રજ્ઞાનના પર્યાયો છે; તેથી તેઓને એકદેશ સ્વભાવ અર્થપર્યાય
કહેવામાં આવે છે. (૩) કુમતિ, કુશ્રુત અને કુઅવધિજ્ઞાન-તે
વિભાવઅર્થપર્યાય છે. પ્ર. ર૬૭-મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે- ૧. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. પ્ર. ર૬૮-સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે ઈન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધે પદાર્થને એકદેશ
(ભાગ ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. પ્ર. ર૬૯-મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે:- ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક અને
૪. અનુમાન. (૧) સ્મૃતિ-પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા
પદાર્થનું વર્તમાનમાં સ્મરણ થાય તે સ્મૃતિ છે. (૨) પ્રત્યભિજ્ઞાન-વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં “આ
પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો,”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com