________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૪) એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને
પ્રત્યભિજ્ઞાન કહે છે. (૩) તર્ક-કોઈ ચિહ્ન દેખીને “અહીં તે ચિહ્નવાળો જરૂર
હોવો જોઈએ' એવો વિચાર તે તર્ક (ચિંતા) છે.
આ જ્ઞાનને ઉહુ અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. (૪) અનુમાન-સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા
પદાર્થનો નિર્ણય કરવો તેને અનુમાન
(અભિનિબોધ) કહે છે. પ્ર. ૨૭)-મતિજ્ઞાનના ક્રમના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે-૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪.
ધારણા. (૧) અવગ્રહ-ઇન્દ્રિય અને પદાર્થને યોગ્ય સ્થાનમાં
રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તર સત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને
અવગ્રહ કહે છે, જેમકે - આ મનુષ્ય છે. (૨) ઈહા-અવગ્રહજ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં
ઉત્પન્ન થએલા સંશયને દૂર કરતા એવા અભિલાષસ્વરૂપ જ્ઞાનને ઈહા કહે છે, જેમકે-તે ઠાકુરદાસજી છે.
આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઈહા થઈને છૂટી જાય તો તેના વિષયમાં કાળાન્તરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com