SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૯૧) કારણના અભાવને લીધે, ઉત્પતિ જ ન થાય; અથવા તો અસનો જ ઉત્પાદ થાય. ત્યાં, (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે) અથવા (૨) જો અસહ્નો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ (આકાશફૂલ) વગેરેનો પણ ઉત્પાદ થાય (અર્થાત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે.)” (શ્રી પ્રવચનસાર, ગા. ૧OO ની ટીકા) પ્ર. ૪૧૮-સંહાર (વ્યય) કારણ કોને કહે છે? ઉ. “સંહાર (નાશ, વ્યય) ના કારણને સંહારકારણ કહેવામાં આવે છે. ઉત્પાદ અને ધૌવ્યરહિત એકલો વ્યય માનનાર સંહારના કારણને માનતો નથી, તેથી વ્યય-(સંહાર) નું કારણ ઉત્પાદ અને ધ્રવ્ય છે, તેને ન માનવામાં આવે તો કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો (ઉત્પાદ અને ધ્રોવ્યરહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો), સંહારકારણના અભાવને લીધે સંહાર જ ન થાય; અથવા તો સનો જ ઉચ્છેદ થાય. ત્યાં (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર જ ન થાય ( અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો વ્યય જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો સનો ઉચ્છેદ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy