________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' (૧૯૦) કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે.”
(ગુ. મોક્ષમાર્ગપ્રકાશક પા. ૨૯૨) (૩) “. આ સમ્યકત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ
વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે (સમ્યકત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીય કર્મના ક્ષયાદિક છે.”
(નિયમસાર ગા. ૫૧ થી ૫પની ટીકા) (૪) “કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે,
બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ (નિમિત્ત) કારણ કર્મોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મરણનો પણ અંતરંગ (નિમિત્ત) હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે.....”
(નિયમસાર ગા. ૬૮ ની ટીકા) પ્ર. ૪૧૭-ઉપાદાન કારણ કોને કહે છે? ઉ. “ઉત્પત્તિના કારણને ઉત્પાદન કારણ કહે છે. દ્રવ્યોનું
ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદન કારણ છે; જો આમ ન માનવામાં આવે તો...... “કેવળ સર્ગ (ઉત્પાદ) શોધનાર કુંભની (–વ્યય અને ધ્રૌવ્યથી જાદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની) ઉત્પાદન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com