________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯ર) થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય (અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે.)”
( શ્રી પ્રવચનસાર ગા. ૧૦૦ ની ટીકા) | [ ઉપાદાનકારણ તથા સંહારકારણ તે ઉપાદાનકારણના ભેદો છે.] પ્ર. ૪૧૯-સમર્થ કારણ કોને કહે છે? ઉ. પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના
સદભાવને સમર્થકારણ કહે છે. સમર્થકારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે.
તેનાં દષ્ટાંતો
૧. “...........હવે આ આત્મા જ કારણથી ઉપાદાન કારણથી) કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો (નિમિત્તકારણો) અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ ...માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપશમાદિ થયાં છે. ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે.....”
( ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક-પા. ૩૧૧) [નોટ:- અહીં એમ બતાવ્યું કે જ્યાં ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિમિત્તકારણો હોય જ છે, અને તે બન્નેને સમગ્રપણે સમર્થકારણ કહે છે.]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com