________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨) રત્નત્રય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મરૂપ જે આત્મસ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન-જાગૃત) રહે છે, બાહ્યમાં ૨૮ મૂલગુણોન ધારક હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પીંછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્રકથિત ૪૬ દોષ, (૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષ) થી બચાવીને શુદ્ધ આહાર લે છે. તે જ મોક્ષમાર્ગના સાધક-સાચા
સાધુ છે અને તે ગુરુ કહેવાય છે.) પ્ર. ૨૨-અરહંત ભગવાન કયા ૧૮ દોષોથી રહિત છે? ઉ. સુધા, તૃષા, ભય, રોષ (ક્રોધ), રાગ, મોહ, ચિંતા, જરા
(ઘડપણ), રોગ, મૃત્યુ, સ્વેદ (પરસેવો), ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્ધગ-આ ૧૮ દોષ અરહંત ભગવાનને કદી હોતા નથી. (નિયમસાર ગા. ૬)
(દોહા) જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, અરતિ, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિંતા, સ્વેદ. રાગ, દ્વેષ અરુ, મરણયુક્ત, એ અષ્ટાદશ દોષ,
નહિ હોતે અરહંતકે, સો છબિ લાયક મોક્ષ. પ્ર. ૨૩- સાચા શાસ્ત્ર ( આગમ) નું સ્વરૂપ શું છે? ઉ. ૧. “જેમાં અનેકાંતરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે.
તથા જે સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દેખાડે છે તે સાચાં જૈન શાસ્ત્રો છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૨૮).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com