________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩) ૨. “તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષરહિત અને શુદ્ધ છે તેને આગમ (શાસ્ત્ર) કહેલ છે.'
(નિયમસાર ગા. ૮) ૩. “ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી;
કારણ કે આગમ જ જેને ત્રણે કાળે (ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ *પદાર્થસાર્થના યથાતથજ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે.'
(પ્રવચનસાર ગુજરાતી ગા. ર૩ર, પૃ. ૩૭૯.) પ્ર. ૨૪-સર્વજ્ઞનું લક્ષણ શું છે? ઉ. શ્રી સમન્તભદ્રાચાર્ય કહે છે કે
હે જિનેન્દ્ર ! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; ચરાચર (જંગમ તથા સ્થાવર) જગત્ પ્રતિક્ષણ (પ્રત્યેક સમય) ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય લક્ષણવાળું એવું આ તારું વચન સર્વજ્ઞનું ચિહ્ન છે.”
( શ્રી બૃહત્ સ્વયંભૂસ્તોત્ર, શ્લોક ૧૧૪.) પ્ર. ૨૫-જૈનધર્મ શું છે? ઉ. જૈનધર્મ તે રાગ-દ્વેષ-અજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે.
અજ્ઞાન અને અંશે રાગદ્વેષનો અભાવ થતાં જૈનપણાની શરૂઆત નિશ્ચયસમ્યગ્દર્શન થતાં (ચોથા ગુણસ્થાનકે) થાય છે. પછી જેટલે-જેટલે અંશે રાગ-દ્વેષનો અભાવ થાય તેટલે-તેટલે અંશે જૈનપણું વધતું જાય છે, અને કેવલજ્ઞાન થતાં પૂર્ણ જૈનપણું પ્રગટે છે.
* પદાર્થસાર્થના=પદાર્થસમૂહના.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com