________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પ્રક૨ણ આઠમું
પ્રમાણ, નય અને નિક્ષેપ-અધિકાર
પ્ર. ૨૬-પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે?
=
ઉ. ચાર ઉપાય છેઃ- ૧. લક્ષણ, ૨. પ્રમાણ, ૩. નય અને ૪. નિક્ષેપ.
લક્ષણ
પ્ર ૨૭–લક્ષણ કોને કહે છે?
ઉ. ઘણા એક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદા કરનાર હેતુને લક્ષણ કહે છે; જેમકે-જીવનું લક્ષણ ચેતના. પ્ર. ૨૮-લક્ષ્ય કોને કહે છે?
ઉ. જેનું લક્ષણ-કરવામાં આવે તેને લક્ષ્ય કહે છે, જેમકે‘ જીવનું લક્ષણ ચેતના '–તેમાં જીવ તે લક્ષ્ય છે (લક્ષણથી જેને ઓળખાવતું હોય તે લક્ષ્ય.)
પ્ર. ૨૯-લક્ષણાભાસ કોને કહે છે?
ઉ. જે લક્ષણ સદોષ હોય તે લક્ષણાભાસ કહેવાય છે.
પ્ર. ૩૦–લક્ષણના કેટલા દોષ છે?
ઉ. ત્રણ છે:- ૧. અવ્યાપ્તિ, ૨. અતિવ્યાસિ અને ૩. અસંભવ. પ્ર. ૧-અવ્યાપ્તિ દોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યના એક દેશમાં (એક ભાગમાં) લક્ષણનું રહેવું તેને અવ્યાપ્તિ દોષ કહે છે; જેમકે, પશુનું લક્ષણ શીંગડું.
t
વિશેષઃ- “જે કોઈ લક્ષ્યમાં હોય તથા કોઈમાં ન હોયએ પ્રમાણે લક્ષ્યના એક દેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિપણું જાણવું; જેમઃ- આત્માનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com