SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates (૨૫) લક્ષણ કેવળજ્ઞાન કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે, ત્યારે કોઈમાં નથી હોતું. માટે એ લક્ષણ અવ્યાપ્તિદોષસહિત છે, કારણ કે એ વડે આત્મા ઓળખતાં અલ્પજ્ઞાની જીવ આત્મા ન ઠરે. ,, (ગુ. મોક્ષમાર્ગ પ્ર. પા. ૩૧૬) પ્ર. ૩૨-અતિવ્યાપ્તિદોષ કોને કહે છે ? ઉ. લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે; જેમકે:- ગાયનું લક્ષણ શીંગડાં. વિશેષ:- “ જે લક્ષ્ય અને અલક્ષ્ય બન્નેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિપણું જાણવું. જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ' કહ્યું; ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ્ય જે આત્મા તેમાં છે, અને અલક્ષ્ય જે આકાશાદિક તેમાં પણ છે; માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષસહિત લક્ષણ છે; કારણકે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિક પણ આત્મા થઈ જાય એ દોષ આવે. (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક-પા. ૩૧૬) પ્ર. ૩૩–અલક્ષ્ય કોને કહે છે? ઉ. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે. પ્ર. ૩૪-અસંભવ દોષ કોને કહે છે? ઉ. લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ કહે છે. વિશેષ:- ‘જે લક્ષણ લક્ષ્યમાં હોય જ નહિ એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ ત્યાં એ લક્ષણ ,, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy