________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) (બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો), ૬, ધ્યાન (ચિત્તની ચંચળતાને રોકી તેને કોઈ એક પદાર્થના ચિંતવનમાં લગાવવું.). પ્ર. ૨૦- ઉપાધ્યાયના ૨૫ ગુણો કયા છે? ઉ. તેઓ ૧૧ અંગ અને ૧૪ પુર્વને પોતે ભણે છે તથા પાસે
રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. તેથી તેઓને પચીસ
ગુણો હોવાનું સમજવું. પ્ર. ૨૧-મુનિ (સાધુ-શ્રમણ )ના ૨૮ મૂળગુણ કયા છે? ઉ. પમહાવ્રત-હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર. ૫ સમિતિ-ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને
પ્રતિષ્ઠાપન. ૫ ઈન્દ્રિયનિરોધ-પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઈષ્ટ
અનિષ્ટપણું ન માનવું. ૬ આવશ્યક-સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા
પંચપરમેષ્ઠીની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને
કાયોત્સર્ગ. ૨૧ થયા તથા બીજા નીચે પ્રમાણે રર. કેશલોચ, ૨૩, અચલપણું (વસ્ત્રરહિત-દિગમ્બરપણું) ૨૪.
અજ્ઞાનતા, ૨૫. ભૂમિશયન, ર૬. દાતણ ન કરવું, ૨૭. ઊભા ઊભા ભોજન કરવું, અને ૨૮. એક વખત આહાર. [ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com