________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦) ૩. પાંચ આચાર:- દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર.
૪. છ આવશ્યક- ૧. સામાયિક, ૨. વંદના, ૩. ચોવીશ તીર્થકરોની અથવા પંચપરમેષ્ઠીની સ્તુતિ, ૪. પ્રતિક્રમણ, પ. સ્વાધ્યાય, ૬. કાયોત્સર્ગ.
૫. ત્રણ ગુતિ- મનોગતિ, વચનગુતિ, અને કાયમુસિ પ્ર. ૧૯-બાર પ્રકારનાં તપ કયા છે? ઉ. છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ-એમ બાર પ્રકારનાં તપ છે.
૧. છ બાહ્ય તપ:- ૧. અનશન (સંયમની વૃદ્ધિ માટે ચાર પ્રકારના આહારનો ત્યાગ, ) ૨. અવમૌદર્ય ( રાગભાવ દૂર કરવા માટે ભૂખથી ઓછું ભોજન કરવું), ૩. વૃત્તિપરિસંખ્યાન ( ભિક્ષા માટે જતી વખતે ઘર, ગલી વગેરેનો નિયમ કરવો), ૪. રસપરિત્યાગ (ઇન્દ્રિયોનું દમન કરવા માટે ઘી, દૂધ આદિ રસોનો ત્યાગ કરવો), ૫. વિવિક્ત શય્યાસન (સ્વાધ્યાય, ધ્યાન આદિની સિદ્ધિ માટે એકાન્ત-પવિત્ર સ્થાનમાં સૂવું, બેસવું), ૬. કાયકલેશ (શરીરથી મમતા નહિ રાખતાં આતાપન યોગાદિ ધારણ કરવા ).
૨. છ અત્યંતર ત૫:- ૧. પ્રાયશ્ચિત ( પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ કરવી) ૨. વિનય (પૂજ્ય પુરુષોનો આદર કરવો), ૩. વૈયાવૃત્ય (શરીર અને અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરવી), ૪. સ્વાધ્યાય (જ્ઞાનની ભાવનામાં આળસ નહિ કરવી), ૫. વ્યુત્સર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com