________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫) (અર્થાત ગુણો અને પર્યાયોનું સ્વરૂપ-સત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ જિનેન્દ્રનો ઉપદેશ છે.
(પ્રવચનસાર ગા. ૮૭) ‘દ' ધાતુમાંથી “અર્થ” શબ્દ બન્યો છે; “' એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, જવું. “અર્થ ” એટલે જે પામે-પ્રાપ્ત કરે પહોંચે છે, અથવા જેને પમાય પ્રાપ્ત કરાય-પહોંચાય તે.
જેઓ ગુણોને અને પર્યાયોને પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ ગુણો અને પર્યાયોવડે પમાય-પ્રાપ્ત કરાયપહોંચાય છે એવા “અર્થો ' તે દ્રવ્યો છે, જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પાને-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ આશ્રયભૂત દ્રવ્યોવડે પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે એવા અર્થો તે ગુણો છે, જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામે-પ્રાપ્ત કરે- પહોંચે છે અથવા જેઓ દ્રવ્યોવડે કમપરિણામથી (ક્રમે થતા પરિણામથી) પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય એવા અર્થો તે પર્યાયો છે. (પ્રવચનસાર ગા. ૮૭ ની ટીકા) પ્ર. ૫૮–ઉપર કહેલ “અર્થની” વ્યવસ્થા ઉપરથી સંક્ષેપમાં શું
સમજવું? ઉ. અર્થો (પદાર્થો) એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો, એ સિવાય વિશ્વમાં બીજું કાંઈ નથી. વળી એ ત્રણમાં, ગુણો અને પર્યાયોનો આત્મા (તેમનું સર્વસ્વ ) દ્રવ્ય જ છે. આમ હોવાથી કોઇ દ્રવ્યના ગુણો અને પર્યાયો અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપ અંશે પણ થતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com