________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૮) ગુણસ્થાનના કાળના દ્વિચરમ સમયમાં સત્તાની ૮૫ પ્રકૃતિઓમાંથી ૭ર પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩ પ્રકૃતિઓનો નાશ કરીને અરહંત ભગવાન મોક્ષધામે ( સિદ્ધશિલાએ) પધારે છે.
[ સૂચનાઃ- દરેક ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય છે અને કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય છે વગેરે સંબંધી જ્ઞાન માટે જુઓ “શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા”] પ્ર. ૨૩૭-નવ દેવતા નામ કહો. ઉ. અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવચન, (શૃંગારાદિ દોષ રહિત અને સાક્ષાત્ જિનેશ્વર સમાન હોય એવી જ) જિનપ્રતિમા અને જિનમંદિર-એ નવ દેવ છે.
(શ્રી “લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા') પ્ર. ૨૩૮-અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી
પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો
આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? ઉ. સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે; કારણ કે તે અભિપ્રાયપૂર્વકના
આસ્રવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામિપણે તેને નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત થવા જ ઈચ્છે છે; તેથી તે જ્ઞાની જ છે.(સમયસાર ગાથા ૭ર નો ભાવાર્થ)
સમાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com