________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૭) કાળ સમાપ્ત થતાં મોહનીયના ઉદયમાં જોડાતાં જીવ
નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે. પ્ર. ૨૩૪-(૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપ” શું છે? અને
તે કોને પ્રાપ્ત થાય છે? ઉ. મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક ભાજનગત
જળની માફક અત્યંત નિર્મળ અવિનાશી યથાખ્યાતચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારણું
ગુણસ્થાન થાય છે. પ્ર. ૨૩૫-(૧૩) સયોગી ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે
કોને પ્રાપ્ત થાય છે? ઉ. ઘાતિયા કર્મોની ૪૭ પ્રકૃતિઓ અને અઘાતિયા કર્મોની ૧૬
પ્રકૃતિઓ મળીને ૬૩ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન તથા આત્મપ્રદેશોના કંપનરૂપ યોગના ધારક અરહંત ભટ્ટારકને સયોગીકેવળી નામનું તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
તે જ કેવળીભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે.
(૬૩ પ્રકૃતિઓ માટે જુઓ શ્રી “જૈન સિદ્ધાંત પ્રવેશિકા') પ્ર. ૨૩૬-(૧૪) અયોગીકેવળી ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
અને તે કોને પ્રાપ્ત થાય છે? ઉ. યોગોથી રહિત અને કેવળજ્ઞાન સહિત અરહંત ભટ્ટારક (ભગવાન) ને ચૌદમું અયોગી કવળી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાનનો કાળ એ, ઈ, ઉ, ઋ, લુએ પાંચ હુસ્વ સ્વરોનો ઉચ્ચાર કરતાં જેટલો કાળ થાય તેટલો છે. પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com