SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૬ ) ઉ. જે કરણમાં (પરિણામસમૂહુમાં) ઉપરિતન સમયવર્તી તથા અધતન સમયવર્તી જીવોના પરિણામ સદેશ અને વિદેશ હોય તેને અધ:કરણ કહે છે. તે અધ:કરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે. પ્ર. ૨૩૦-(૮) અપૂર્વકરણ પરિણામ કોને કહે છે? ઉ. જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા જાય અર્થાત્ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ પણ હોય અને વિદેશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે. પ્ર. ૨૩૧-(૯) અનિવૃત્તિકરણ કોને કહે છે? ઉ. જે કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય તેને અનિવૃત્તિકરણ ” કહે છે. આ જ નવમું ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોમાં પરિણમનની પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા થાય છે. પ્ર. ૨૩ર-(૧૦) સૂક્ષ્મસામ્પરાયગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભકષાયના ઉદયને વશ થતા જીવને સૂક્ષ્મસાપરાય નામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૩૩-(૧૧) ઉપશાન્તમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાત-ચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમું ઉપશાન્તમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy