SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૫) પ્ર. રરર-શ્રેણીના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. ઉપશમશ્રેણી અને ૨. ક્ષપકશ્રેણી. પ્ર. રર૩-ઉપશમશ્રેણી કોને કહે છે? ઉ. જે શ્રેણીમાં ચારિત્ર મોહનીયકર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થાય તેને ઉપશમશ્રેણી કહે છે. પ્ર. ૨૨૪-ક્ષપકશ્રેણી કોને કહે છે? ઉ. જે શ્રેણીમાં ઉપરની ર૧ પ્રકૃતિઓનો ક્ષય થાય તેને ક્ષપકશ્રેણી કહે છે. પ્ર. ૨૨૫-આ બન્ને શ્રેણીઓમાં કયા કયા જીવ ચઢે છે? ઉ. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તો બન્નેય શ્રેણીએ ચઢે છે, અને દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે; તે ક્ષપકશ્રેણીએ ચઢતો નથી. પ્ર. રર૬-ઉપશમશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. ઉપશમશ્રેણીને ચાર ગુણસ્થાન છે – ૧. આઠમું અપૂર્વકરણ, ૨. નવમું અનિવૃત્તિકરણ, ૩. દશમું સૂક્ષ્મસામ્પરાય અને ૪. અગિયારમું ઉપશાન્તમોહ ગુણસ્થાન છે. પ્ર. ૨૨૭-ક્ષપકશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. તેને આઠમું અપૂર્વકરણ નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય અને બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે. પ્ર. ર૨૮-ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના ઉપશમને તથા ક્ષયને આત્માના કયા પરિણામ નિમિત્તકારણ છે? ઉ. અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ પરિણામ નિમિત્તકારણ છે. પ્ર. ૨૨૯- અધ:કરણ પરિણામ કોને કહે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy