________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
(૧૨૪)
ઉ. તેના બે ભેદ છે-૧. સ્વસ્થાન અપ્રમત્તવિરત અને ૨. સાતિશય અપ્રમત્તવિરત.
પ્ર. ૨૧૮-સ્વસ્થાન અપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે હજારો વખત છાથી સાતમા ગુણસ્થાનમાં અને સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને જાય તેને સ્વસ્થાન અપ્રમત્તવિરત કહે છે.
પ્ર. ૨૧૯-સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે શ્રેણી ચઢવાની સન્મુખ હોય
અપ્રમત્તવિરત કહે છે.
પ્ર. ૨૨૦-શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે?
ઉ. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ જ શ્રેણી ચઢે છે. પ્રથમોપશમ સમ્યક્ત્વવાળા તથા ક્ષાયોપમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી.
તેને સાતિશય
પ્રથમોપશમ સમ્યક્ત્વવાળા જીવ પ્રથમોપશમ સમ્યક્ત્વને છોડીને ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થઈને પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લોભનું વિસંયોજન કરીને, દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા તો દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ થઈ જાય અથવા ત્રણે પ્રકૃતિઓનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈ જાય ત્યારે તે શ્રેણી ચઢવાને પાત્ર થાય છે.
પ્ર. ૨૨૧-શ્રેણી કોને કહે છે?
ઉ. જીવના જે શુદ્ધભાવના નિમિત્તે ચારિત્રમોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય થાય તે શુદ્ધ ભાવને શ્રેણી કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com