________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૩) ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયમાં
જોડાવાથી જ કે સંયમભાવ થતો નથી. તો પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના અભાવથી, શ્રાવકનું નિશ્ચયદેશચારિત્ર થાય છે. તેને જ દેશવિરત નામનું પાંચમું ગુણસ્થાન કહે છે.
પાંચમા આદિ (ઉપરના) સર્વ ગુણસ્થાનોમાં પણ નિશ્ચયસમ્યગ્દર્શન અને તેનું અવિનાભાવી સમ્યજ્ઞાન અવશ્ય હોય છે; એના વિના પાંચમાં છઠ્ઠી આદિ ગુણસ્થાનો થતાં નથી. પ્ર. ૨૧૫-(૬) પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી
સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને એક સાથે થાય છે. (જો કે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્રગુણના વિરોધમાં નિમિત્ત છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થવાથી પ્રાદુર્ભત સકલ સંયમ છે, તેથી આ ગુણસ્થાનવર્ધી મુનિને પ્રમત્તવિરત
અર્થાત્ ચિત્રલાચરણી કહે છે. પ્ર. ૨૧૬-(૭) અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું
છે ?
ઉ. જીવના પુરુષાર્થથી સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય
થાય છે અને ત્યારે પ્રમાદરહિત સંયમભાવ પ્રગટે છે, તે
કારણથી આ ગુણસ્થાનવર્ધી મુનિને અપ્રમત્તવિરત કહે છે. પ્ર. ૨૧૭–અપ્રમત્તવિરત ગુણસ્થાનના કેટલા ભેદ છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com