________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૨) મિથ્યાષ્ટિને સાત પ્રકૃતિઓના ઉપશમથી જે ઉત્પન્ન થાય
તેને પ્રથમોપશમ સમ્યકત્વ કહે છે. પ્ર. ૨૧૧. દ્વિતીયોપશમ સમ્યકત્વ કોને કહે છે? ઉ. સાતમા ગુણસ્થાનમાં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ શ્રેણી
ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્ટય (ક્રોધમાન-માયા-લોભ) નું વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓના ઉપશમકાળે જીવ
જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેને દ્વિતીયોપશમ સમ્યકત્વ કહે છે. પ્ર. ૨૧ર-(૩) મિશ્ર ગુણસ્થાન કોને કહે છે? ઉ. સમ્યમિથ્યાત્વ પ્રકૃતિના ઉદયને વશ થવાથી જીવને કેવળ
સમ્યકત્વ પરિણામ પ્રાપ્ત થતો નથી, અથવા કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતો નથી, પરંતુ મળેલા દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનો મિશ્ર
પરિણામ થાય છે, તેને મિશ્ર ગુણસ્થાન કહે છે. પ્ર. ૨૧૩-(૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ-એ
સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા ક્ષયોપશમના સંબંધથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયમાં જોડાતાં વ્રતરહિત અને અંશે
સ્વરૂપાચરણસહિત નિશ્ચય સમ્યકત્વધારી ચોથા ગુણસ્થાનવર્તી હોય છે (અનાદિ મિથ્યાદષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે.)
પ્ર. ૨૧૪-(૫) દેશવિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com