________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ-૧ સર્વજ્ઞતાનો મહિમા
* મોક્ષમાર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ.
*નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; તેથી સર્વજ્ઞને ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે; જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી.
* સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી.
* અહો ! સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે.
* તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાનક્રિયાનો સ્વામી છું પણ પ૨ની ક્રિયાનો સ્વામી હું નથી.
* આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે; પણ આત્માની શક્તિનો વિકાસ તે પરનું કાંઈ કરી દે એમ બનતું નથી.
* સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે.
*તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાન પર્યાય તો પોતે જ અલ્પજ્ઞ છે. તે અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com