________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
(૧૩૦)
* અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય; ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે.
*પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે.
* દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ.
* અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર અલ્પજ્ઞપર્યાય ઉપ૨થી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો નંદન' થયો છે.
* હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટયા પહેલાં પણ ‘મારો આત્મા ત્રણે કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે ’– એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે ૫રને પોતાનું સ્વરૂપ ન માને; પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દૃષ્ટિ હોય.
* જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનશક્તિની પ્રતીત કરે તેજ ખરો જૈન અને સર્વજ્ઞદેવનો ભક્ત છે.
* આત્મા પરને લ્યુ-મૂકે, કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વજ્ઞદેવને કે જૈનશાસનને માનતો નથી. તે ખરેખર જૈન નથી.
* જુઓ ભાઈ ! આત્માનો સ્વભાવ જ ‘સર્વજ્ઞ' છે. સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે. ‘સર્વજ્ઞ' એટલે બધાને જાણનાર. બધાને જાણે એવો મોટો મહિમાવંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com