SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૧) પોતાનો સ્વભાવ છે, તેને અન્યપણે-વિકારીસ્વરૂપે માની લેવો તે આત્માની મોટી હિંસા છે. આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ ગાણાં ગવાય છે. * ભાઈ રે! તું સર્વનો જ્ઞ એટલે જાણનાર છો પણ પરમાં ફેરફાર કરનાર તું નથી. જ્યાં દરેક-દરેક વસ્તુ જુદી છે ત્યાં જાદી ચીજનું તું શું કરે? તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. અહો ! આવી સ્વતંત્રતાની પ્રતીતમાં એકલી વીતરાગતા છે. * “અનેકાન્ત” એટલે હું મારા જ્ઞાનતત્ત્વપણે છું ને પરપણે નથી-એમ નક્કી કરતાં જ જીવ સ્વતત્ત્વમાં રહી ગયો ને અનંત પરતત્ત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાંતમાં વીતરાગતા આવી જાય છે. * જ્ઞાનતત્ત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહિ. * સ્વ-પરના ભેદજ્ઞાન વગર વીતરાગતા થાય નહિ. જ્ઞાનતત્ત્વને ચૂકીને “હું પરનું કરું” એમ માનવું તે એકાંત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભરેલા છે, તે જ સંસાર ભ્રમણનું મૂળ છે. * “હું જ્ઞાનપણે છું ને પરપણે નથી'—એવા અનેકાંતમાં ભેદજ્ઞાન અને વીતરાગતા છે, તે જ મોક્ષમાર્ગ છે અને તે પરમઅમૃત છે. * જગતમાં સ્વ અને પર બધા તત્ત્વો નિજ-નિજ સ્વરૂપે સત્ છે, આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે; છતાં, “હું પરને ફરવું” એવા ઊંધા અભિપ્રાયમાં સનું ખૂન થાય છે તેથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy