________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૫) પ્ર. ૧૯૧-જીવનું ક્ષાયિકજ્ઞાન જે સર્વજ્ઞતા છે તેનો મહિમા કહો. ઉ. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તેમના મહિમા માટે જુઓ પરિશિષ્ટ પૃષ્ઠ ૧૨૯.
ગુણસ્થાનક્રમ પ્ર. ૧૯ર-સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે અને સુખનો
જ ઉપાય કરે છે, પરંતુ સુખ કેમ પ્રાપ્ત કરતા નથી? ઉ. સંસારી જીવ અસલી (ખરા) સુખનું સ્વરૂપ અને તેનો
ઉપાય જાણતાં નથી, અને તેનું સાધન પણ કરતા નથી,
તેથી તેઓ ખરા સુખને પ્રાપ્ત કરી શકતા નથી. પ્ર. ૧૯૩-અસલી સુખનું સ્વરૂપ શું છે? ઉ. આહુલાસ્વરૂપ જીવના અનુજીવી સુખગુણની શુદ્ધ દશાને
અસલી સુખ કહે છે. એ જ જીવનો ખાસ સ્વભાવ છે; પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શતાવેદનીય કર્મના નિમિત્તે થતા વૈભાવિક પરિણતિરૂપ શાતા પરિણામને જ સુખ માની રાખ્યું છે. પ્ર. ૧૯૪-સંસારી જીવને અસલી સુખ કેમ મળતું નથી ? ઉ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રના કારણથી
સંસારી જીવને અસલી સુખ મળતું નથી. પ્ર. ૧૯૫-સંસારી જીવને અસલી સુખ ક્યારે મળે છે? ઉ. સંસારી જીવને પરિપૂર્ણ ખરું સુખ મોક્ષ થવાથી મળે છે.
તેને ખરા સુખની આંશિક શરૂઆત નિશ્ચયસમ્યગ્દર્શનથી
(ચોથા ગુણસ્થાને) શરૂ થાય છે. પ્ર. ૧૯૬-મોક્ષનું સ્વરૂપ શું છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com