________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૪) સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું
ભાવમોહરૂપે પરિણમન તે બંધનું કારણ છે. (હિંદી પ્રવચનસાર પા. ૨૮-૫૯ શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) પ્ર. ૧૮૯-ઔદયિકભાવમાં જે અજ્ઞાનભાવ છે અને
ક્ષાયોપથમિકભાવમાં જે અજ્ઞાનભાવ છે તેમાં શો ફેર છે? ઉ. “ઔદયિકભાવમાં જે અજ્ઞાનભાવ છે તે અભાવરૂપ હોય
છે અને ક્ષાયોપથમિક અજ્ઞાનભાવ મિથ્યાદર્શનના કારણે દૂષિત હોય છે.” (હિંદી મોક્ષશાસ્ત્ર, ૫. ફૂલચંદજી સંપાદિત, પા. ૩૧ ફૂટનોટ)
[ આ પાંચ ભાવો સંબંધી વધુ વિગત માટે વાંચો
ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ થી ૭ ની ટીકા] પ્ર. ૧૯૦-જીવના ઔપશમિક, ક્ષાયિક, ઔદયિક, ક્ષાયોપથમિક
ભાવોને પરિણામિકભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? ઉ. ૧. જીવના પર્યાયના દરેક ભાવને, તે પોતાના પરિણામ હેવાથી
પોતાની અપેક્ષાએ પારિણામિકભાવ કહેવામાં આવે છે. (જયધવલા પુ. ૧. પાનું ૩૧૯-ધવલા પુ. ૫. પાનું ૧૯૬) ૨. આ ચાર ભાવોને કર્મની અપેક્ષાએ (કર્મની સાથે
અભાવ અથવા સભાવ સંબંધ બતાવવા માટે)
ઔપથમિક વગેરે કહેવામાં આવે છે. ૩. પાંચમાં પારિણામિકભાવને પરમપરિણામિકભાવ
કહેવામાં આવે છે, અને તેને આશ્રયે જ ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. (નિયમસાર ગા. ૧૩, ૧૫, ૪૧, ૧૧૦, ૧૧૯, ૧૭૮ ની
ટીકા તથા ગા. ૧૭૮ નો કળશ ને ર૯૭) [ આ સંબંધમાં પ્રકરણ ૪ માં પ્ર. ૩૪૧ છે તે પણ જાઓ]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com