________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૧૧૩)
પ્ર. ૧૮૭–ઉપરોકત પાંચ ભાવોમાંથી કયા ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય?
ઉ. “પારિણામિકભાવ સિવાયના ચારે ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે; વળી તેમાં પણ ક્ષાયિકભાવ તો વર્તમાનમાં છે નહિ; ઉપશમભાવ પણ હોય તો તે થોડો વખત ટકે છે અને ઉદય ક્ષયોપશમ ભાવો પણ સમયે સમયે પલટે છે, માટે તે ભાવો ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહિ અને ધર્મ પ્રગટે નહિ. ત્રિકાલ સ્વભાવી પારિણામિકભાવનું માહાત્મ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે. અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે.” (ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા)
પ્ર. ૧૮૮–સર્વ ઔદયિકભાવો બંધનું કારણ છે?
ઉ. ૧. “ સર્વે ઔદિયભાવો બંધનું કારણ છે એમ ન સમજવું; પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ-એ ચાર ભાવો બંધનું કારણ છે.”
(જીઓ, શ્રી ધવલા પુ. ૭, પાનું ૯)
..જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય, દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળવડે ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા કર્મનો ઉદય વિધમાન છે, તેથી તેને સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહિ.” માટે એમ
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com