SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૧૧૨ ) પ્ર. ૧૮૧-ઔપશમિકભાવના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. સમ્યક્ત્વભાવ અને ૨. ચારિત્રભાવ. પ્ર. ૧૮૨-ક્ષાયિકભાવના કેટલા ભેદ છે? ઉ. તેના નવ ભેદ છે:- ૧. ક્ષાયિકસમ્યક્ત્વ ૨. ક્ષાયિકચારિત્ર, ૩. ક્ષાયિકદર્શન, ૪. ક્ષાયિકજ્ઞાન, ૫. ક્ષાયિકદાન, ૬. ક્ષાયિકલાભ, ૭. ક્ષાયિકભોગ, ૮. ક્ષાયિકઉપભોગ, અને ૯. ક્ષાયિકવીર્ય. પ્ર. ૧૮૩–ક્ષાયોપશમિકભાવના કેટલા ભેદ છે ? ઉ. તેના ૧૮ ભેદ છે-૧. સમ્યક્ત્વ, ૨. ચારિત્ર, ૩. ચક્ષુદર્શન, ૪. અચક્ષુદર્શન, ૫. અવધિદર્શન, ૬. દેશસંયમ, ૭. મતિજ્ઞાન, ૮. શ્રુતજ્ઞાન, ૯. અવધિજ્ઞાન, ૧૦. મન:પર્યયજ્ઞાન, ૧૧. કુમતિજ્ઞાન, ૧૨. કુશ્રુતજ્ઞાન, ૧૩. કુઅવધિજ્ઞાન, ૧૪. દાન, ૧૫. લાભ. ૧૬. ભોગ, ૧૭. ઉપભોગ અને ૧૮. વીર્ય. પ્ર. ૧૮૪-ઔદયિકભાવના કેટલા ભેદ છે? ઉ. તેના ૨૧ ભેદ છે:- ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧, લેશ્યા ૬, (પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ અને કાપોત. ) પ્ર. ૧૮૫–લેશ્યા કોને કહે છે? ઉ. કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા હે છે, અને શરીરના પીત, પદ્માદિ વર્ણોને દ્રવ્યર્લેશ્યા કહે છે. પ્ર. ૧૮૬-પારિણામિકભાવના કેટલા ભેદ છે ? ઉ. તેના ત્રણ ભેદ છે:- ૧. જીવત્વ ૨. ભવ્યત્વ અને ૩. અભવ્યત્વ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy