________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૧) છે, તેમ જ તે સમ્યગૂ મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય થઈ શકે છે, માટે યથાર્થ સમજણનો પુરુષાર્થ કરવામાં આવે તો
આત્માનું જ્ઞાન અવશ્ય થઈ શકે. પ્ર. ૧૧૭-આત્મા અલખ-અગોચર છે” એટલે ? ઉ. જડ ઈન્દ્રિયોથી, વિકલ્પ (રાગ) થી અને પરાશ્રયથી
આત્મા જણાય તેવો નથી, તેથી તેને અલખ-અગોચર કહે છે; પરંતુ આત્મામાં જ્ઞાન ગુણ તેમજ પ્રમેયત્વ ગુણ હોવાથી સ્વસંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય-અનુભવાય તેવો
છે-એમ તેનો અર્થ જાણવો. પ્ર. ૧૧૮-જાણવાની અને જણાવાની એમ બન્ને શક્તિ એકી
સાથે કોનામાં છે? ઉ. જાણવાની જ્ઞાનશક્તિ અને જણાવાની પ્રમેયત્વશક્તિ બન્ને
એકી સાથે જીવ દ્રવ્યમાં જ છે. પ્ર. ૧૧૯–જણાવાની શક્તિનું નામ અને તેનો વ્યુત્પત્તિ અર્થ
શો ? ઉ. જણાવાની શક્તિનું નામ પ્રમેયત્વ ગુણ છે. તેનો વ્યુત્પત્તિ
અર્થ નીચે પ્રમાણે છે:પ્રમેયત્વ=પ્ર+મેયત્વ છે. પ્ર=પ્રકૃષ્ટપણે, વિશેષ કરીને. મેય=માપમાં આવવા યોગ્ય (મી ધાતુનું વિધ્યર્થ કૃદન્ત) ત્વ=પણું (ભાવવાચક પ્રત્યય ). પ્રમેયત્વ=પ્રકૃષ્ટપણે માપમાં (જ્ઞાનમાં ખ્યાલમાં) આવવા યોગ્યપણું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com