________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૮) જીવ તેને વશ થાય છે. તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી એમ પણ ઔદયિકભાવ સાબિત કરે છે.” (જાઓ મોક્ષશાસ્ત્ર ગુજરાતી બીજી આવૃત્તિ પૃ. ૨૦૮)
કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જ્યારે પારિણામિકભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે-એમ ઔપશમિકભાવ, સાધકદશાનો ક્ષાયોપથમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે. (જાઓ, મોક્ષશાસ્ત્ર ગુજરાતી, બીજી આવૃત્તિ અધ્યાય
૨, સૂત્ર ૧ ની ટીકા-પૃ. ૨૦૯ ). ૯. બંધનું સંક્ષેપ સ્વરૂપ એવું છે કે
“રાગપરિણામ જ આત્માનું કાર્ય છે, તે જ પુણ્યપાપરૂપ દ્વત છે, રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેને ગ્રહનાર અને છોડનાર છે-આ, શુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય છે.....” (પ્રવચનસાર ગાથા, ૧૮૯ ની ટીકા)
૧૦. “મનુષ્યાદિ પર્યાયોમાં, કર્મ કાંઈ જીવના સ્વભાવને હણતું કે આચ્છાદિત કરતું નથી, પરંતુ ત્યાં જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે, તેથી તેને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. જેમ પાણીનું પૂર પ્રદેશની અપેક્ષાએ વૃક્ષરૂપે પરિણમતું થયું પોતાના પ્રવાહીપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું-અનુભવતું નથી, અને સ્વાદની અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું થયું પોતાના સ્વાદિષ્ટપણારૂપ સ્વભાવને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com